બિલમણા ખાતે હાલીસા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના આગેવાનો સહિત અનેક કાર્યકરો મોદી પરિવારમાં જોડાયા
બિલમણા ખાતે હાલીસા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના આગેવાનો સહિત અનેક કાર્યકરો મોદી પરિવારમાં જોડાયા
આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે. આજ રોજ દહેગામ તાલુકાના હાલીસા જીલ્લા પંચાયત સીટના આજુબાજુના જુદા જુદા ગામમાંથી બિલમણા ગામમાં આયોજીત કાર્યક્ર્મમાં કોંગ્રેસના પૂર્વ જીલ્લા સદસ્ય, પૂર્વ તાલુકા પંચાયત, પ્રમુખ પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા સદસ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી મોદી પરીવારમાં જોડાયા. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, જીલ્લા મહામંત્રી રમેશજી ઠાકોર, રમણભાઈ દેસાઈ, સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલ, દહેગામ એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન તેમજ વિધાનસભા પ્રભારી નૈલેશભાઈ શાહ હાજર રહ્યા હતા.