શેઠ સી.એમ. હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષાર્થે આવતા છાત્રોને શિક્ષણ મંત્રી, કલેકટર અને મેયરે પ્રોત્સાહન પૂરું પાડ્યું
ગુજરાત રાજ્યમાં આજ રોજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ગાંધીગનર શહેરમાં શેઠ સી.એમ. હાઈસ્કૂલ, કડી કેમ્પસ, સેકટર-23 ખાતે ધોરણ 10ની પરીક્ષા અર્થે આવતા વિદ્યાર્થીઓને રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ કલેકટર એમ.કે. દવે અને મેયર હિતેશ મકવાણાએ ઉપસ્થિત રહી પેન આપીને શુભેચ્છાઓ પાઠવી છે. તમામ વિદ્યાર્થીઓ તણાવમુક્ત, ભયમુક્ત, વાતાવરણમાં પરીક્ષા આપી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન તેવી અભ્યર્થના વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મેયર હિતેશ મકવાણા, શિક્ષણ મંત્રી, કલેક્ટર સહિતે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જોમ અને જુસ્સો પૂરો પાડ્યો અને સાથે પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવાનું પણ જણાવ્યું.