ગોંડલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભોજન અને નાસ્તા બાદ 28 પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર
ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.આણંદ,નડિયાદ,અને ગાંધીનગરના પ્રવાસીઓ ગોંડલ, ખોલડધામ અને વિરપુર દર્ષનાર્થે આવ્યા હતા. તમામ પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્રુડ પોઇઝનિંગની અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા સોસ વેફર ખાધી હતી. તમામ લોકો ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી.