દ્વારકા જતા 40 પદયાત્રીઓને રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવાયા
દૂર દૂર થી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યાં છે. ફુલડોલ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા લાખો ભક્તો દ્વારકા આવી રહ્યાં છે. આવામાં પદયાત્રા માર્ગ પર ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે. પરંતું ગતરોજ દ્વારકા જતા 40 પદયાત્રીઓને એકસાથે ફૂડ પોઈઝનિંગ થયુ હતું. રાત્રે ભોજન લીધા બાદ ૪૦ જેટલા લોકોને ઝાડા અને ઉલટી ની અસર જોવા મળી હતી, જેથી તમામ લોકોને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ઘટનાની જાણ થતા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ સહિત મેડિકલ સ્ટાફ દોડી આવ્યો હતો.