ISROએ 21મી સદીના પુષ્પક વિમાનનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
ત્રેતા યુગા બાદ હવે 21મી સદીમાં પુષ્પક વિમાનની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. ખરેખર ઈસરોએ આજે પુષ્પક વિમાન (RLV-DT)ની સફળતાપૂર્વક લોન્ચિંગ કરી હતી. આ લોન્ચિંગ બાદ તેણે સફળ લેન્ડિંગ કર્યું. ઈસરોએ સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલી એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને રિયુઝેબલ લોન્ચ વ્હિકલ વડે લોન્ચ કરાયું હતું જે એક મોટી સિદ્ધિ મનાઈ રહી છે.