ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના 11 સહિત કોંગ્રેસના 57 લોકસભા ઉમેદવારની ત્રીજી યાદી જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ગુજરાતમાં અગાઉ સાત ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે કરી હતી. જ્યારે આજે જાહેર થયેલી યાદીમાં કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ સામે આવ્યા છે.

જુઓ કોને ક્યાં ટિકિટ મળી

પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર લડશે ચૂંટણી
સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી લડશે ચૂંટણી
આણંદ બેઠક પરથી અમિત ચાવડા લડશે ચૂંટણી
અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર લડશે ચૂંટણી
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ લડશે ચૂંટણી
જામનગર બેઠક પરથી જે પી મારવિયા લડશે ચૂંટણી
ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી લડશે ચૂંટણી
પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ લડશે ચૂંટણી
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ લડશે ચૂંટણી
છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી
સુરત બેઠક પરથી નિલેશ કુંબાની લડશે ચૂંટણી

પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. અત્રે જણાવીએ કે, ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે. ભાજપે આ બેઠક પર રાજપાલ જાધવને રાજકીય મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x