મૉસ્કો હુમલામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો હાથ: પુતિન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા હુમલાખોરો ‘ઇસ્લામિક કટ્ટરપંથી’ છે. આ હુમલામાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું હતું કે આ હત્યાઓ ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્ધારા કરવામાં આવી છે. પુતિને ગયા સપ્તાહના અંતે જણાવ્યું હતું કે ચાર હુમલાખોરો યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. રશિયન રાષ્ટ્રપતિએ પોતાની ટિપ્પણીમાં ફરી એકવાર ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.