સર્વ વિદ્યાલય કેળવણી મંડળ–કડી ગાંધીનગર ખાતે ૫ નિ:શુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પનું આયોજન
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની ગાંધીનગર સેકટર -૧૨ સિવિલ કેમ્પસમાં સ્થિત સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિઝયોથેરાપી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.ના પ્રતિનિધિ ડો.કલ્પેશ ઘેલાણી સહિત ૮ કાયરોપ્રેકટર્સ ડોકટરની ટીમ દ્વારા તારીખ તા.26 થી 28 માર્ચ 2024 સુધી સારવાર આપવામાં આવશે. આ સારવાર કેમ્પનું ઉદ્ ઘાટન કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ, લાઇફ કાયરોપ્રેકટીક કોલેજના, LCCWના પ્રતિનિધિ ડો.કલ્પેશ ઘેલાણી, તથા કે.એસ.વી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષીના હસ્તે તા.25 માર્ચ 2023 ના રોજ સવારે 8:30 કલાકે કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુ.એસ.એ.થી પધારેલા તમામ નિષ્ણાત ડોકટરશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. આ તમામ ડોકટરશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું. ક્ડી સર્વ વિશ્વવિધાલય દ્વારા આ પાંચમો કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.”કર ભલા હોગા ભલા” સુત્રને આ સારવાર કેમ્પ યોજીને સાર્થક કરવાનો હેતુ સંસ્થાનો છે. અગાઉ આ સારવારથી ઘણા દર્દીઓને રાહત થયેલી છે. 1700 થી પણ વધારે રજિસ્ટ્રેશન આ પાંચમા કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ થયેલા છે. સારવાર આપવા માટે અમેરિકાથી કુલ 9 નિષ્ણાત ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપશે. ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો,હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં સારવાર આપવામાં આવશે.