WhatsAppમાં 1 જૂનથી SMS પર લાગશે અટલો ચાર્જ
મેટા ઓન્ડ WhatsApp એ ઇન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPs ની એક નવી કેટેગરી જાહેર કરી છે, જેમાં ભારતમાં બિઝનેસ મેસેજના ભાવમાં વધારો થશે. આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે. રિપોર્ટ્સ અનુસાર ઇન્ટરનેશનલ મેસેજની કિંમત 20 ગણી સુધી વધી શકે છે. જો કે યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsApp નો ઉપયોગ કરશે. નવા નિર્ણયની અસર બિઝનેસ SMS પર થશે. WhatsAppની નવી ઇન્ટરનેશનલ મેસેજ કૅટેગરી હેઠળ પ્રતિ મેસેજ 2.3 રૂપિયા આપવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે તેની અસર ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશોના બિઝનેસ પર થશે. WhatsAppના આ નિર્ણયથી ઇન્ટરનેશનલ કંપનીઓ જેમ કે એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટનાં કમ્યુનિકેશનનું બજેટ વધશે. WhatsApp દ્વારા વેરિફિકેશન નોર્મલ ઇન્ટરનેશનલ વેરિફિકેશન OTP કરતાં સરળ હતું.