ગુજરાત

“મને દિલ્હીથી બોલાવાયો નથી, કુંડારીયા ડમી તરીકે ફોર્મ ભરશે”: લોકસભા ઉમેદવાર રૂપાલા

ક્ષત્રિય સમાજ હવે એક-એકની લડાઈના મૂડમાં છે. સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે સવારે પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારીયાને ટિકિટ અપાશે. એટલું જ નહીં કુંડારીયાએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવા સમાચાર સામે આવ્યા હતા. જે સંદર્ભે આજે પરષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો છે. પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારિયાને મેદાનમાં ઉતારવાની અને અન્ય બેઠક પરથી ટિકિટ આપવાની ચર્ચાઓ પર ભાજપે બ્રેક લગાવી છે અને આ તમામ બાબતોને અફવા ગણાવી છે. હવે આ મામલે પરષોત્તમ રૂપાલાએ પણ કેટલીક મહત્વની બાબતોનો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તેમણે પત્રકારો સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, “મારે આ અંગે કોઈ નિવેદન ન આપવું જોઈએ. ઉમેદવારોની પસંદગીનો અધિકાર પક્ષને છે. પક્ષના સંસદીય બોર્ડ પાસે છે. સંસદીય બોર્ડને પણ આમાં ફેરફાર કરવાનો અધિકાર છે. કોઈ અટકળો ન હોવી જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે, “આજે પહેલી તારીખ છે. તેથી આજે આવું ન થવું જોઈએ. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે મોહનભાઈ કુંડારીયાનું નામ પ્રથમ દિવસથી નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે તેમણે માફી પણ માંગી હતી.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x