એક-બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ: રૂપાલાએ રાજકોટથી જ લડવાના આપ્યા સંકેત
રાજકોટમાં આજે મોડી રાત્રે મુળ અમરેલીના લોકોના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના ઉગ્ર વિરોધ વચ્ચે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે હું એક-બે દિવસમાં ફોર્મ (ઉમેદવારીપત્રક) ભરવાની તારીખ જાહેર કરીશ અને ત્યારે તમારે બધાએ પાઘડી બાંધીને આવવાનું છે. આમ, કહીને રૂપાલાએ તેઓ રાજકોટથી જ ચૂંટણી લડશે અને ઉમેદવારી બદલવાની કોઈ વિચારણાપક્ષની નથી તેવો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે. બીજી તરફ, શહેરમાં આજે મોડેથી જવાહર રોડ સહિતના સ્થળોએ રાજકોટ છે મક્કમ, રૂપાલા છે અડીખમ એવા રૂપાલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરો સાથેના વિશાળ પોસ્ટરો લગાવાયા છે.