ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક ડૉ.મોતી દેવુંને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2023-24 એનાયત
ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિષયના અધ્યાપક ડૉ.મોતી દેવુંને તારીખ 7- 4 -2024ના રોજ ગાંધીનગર મુકામે યોજાયેલ એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં લેખન અને સંશોધન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. ડૉ મોતી દેવું ને વિવિધ એવોર્ડ પહેલા પણ પ્રાપ્ત થયેલા તેમાં પાંચ એવોર્ડ સ્નાતક કક્ષાએ વિવિધ વિષયોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ મળેલા.
2021માં નેશનલ સેમિનારમાં બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ પ્રાપ્ત થયેલો, 2023માં બેસ્ટ રિસર્ચ પેપર માટે તારીખ 7-8 ઓક્ટોબર 2023ના રોજ જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય, જોધપુર ખાતે યોજાએલ આર્કિયોલોજી એન્ડ એપિગ્રાફી કોંગ્રેસના પાંચમા અધિવેશનમાં ડૉ. એમ.ફારુક ચૌહાણ યંગ સ્કોલર એવોર્ડ આપવામાં આવ્યો. ડૉ.મોતીભાઈ દેવું ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે
જ્યારે તેઓ સાદરા કેન્દ્રમાં હતા ત્યારે પણ સાદરામાં હેરિટેજ વૉક, લોક જાગૃતિના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા રહેતી. યુવા ઇતિહાસકાર અને સંશોધક ડૉ.મોતી દેવું ને એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.