આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે પહોચ્યાં
આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે છે. જ્યાં જિલ્લાના પદાધિકારીઓ સાથે બૃહદ બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય થાય તે માટે જરુરી માર્ગદર્શન આપશેતે સાથે જ પોરબંદર જિલ્લાના સામાજિક અગ્રણીઓ સાથે પણ સંવાદ કરશે.તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ આજે અમરેલી, વડોદરા અને સુરતનો પ્રવાસ કરશે. અમરેલીમાં જિલ્લા બુથ સંમેલનને સંબોધન કરશે. જ્યારે બપોરે વડોદરામાં મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ભાગ લેશે. સાંજે સુરતમાં બિઝનેસ સંગઠનના આગેવાનો સાથેના એક કાર્યક્રમમાં ભાગ લેશે.