રાજકોટના ધોરાજી પાસે કારનો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત નિપજ્યા
ધોરાજી પાસે આવેલી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી ગઇ છે.આ ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા છે. પાણીમાં ડુબતા ચારેયના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કારને ગંભીર અકસ્માત નડ્યો છે. ધોરાજી પાસે આવેલી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી ગઇ છે.આ ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા છે.
પાણીમાં ડુબતા ચારેયના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.મળતી માહિતી પ્રમાણે ધોરાજીનો એક પરિવાર ઉપલેટાના માંડાસણ ગામેથી સોમ યજ્ઞમાંથી પરત આવી રહ્યો હતો. તે સમયે ભાદર-2 નદીના પુલ પરથી પસાર થતા અચાનક જ કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી ગઇ હતી. કાર નીચે પાણીમાં પડતા કારમાં સવાર ચારેય લોકો ડુબવા લાગ્યા હતા.જોત જોતામાં કારમાં સવાર ચારેય લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને ચારેય લોકોના મૃત્યુ થયા છે. માહિતી પ્રમાણે કારમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓ સવાર હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને તરવૈયાઓની મદદથી ચારેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.