લોકસભામાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત 94 બેઠકો માટે આજે જાહેરનામું બહાર આવશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નામાંકન 12 એપ્રિલથી શરૂ થશે અને ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલે થશે જ્યારે 22 એપ્રિલ સુધી નામો પરત ખેંચી શકાશે. ત્રીજા તબક્કામાં આસામની 4 ,બિહારની 5, છત્તીસગઢમાંથી 7, દાદરા નગર હવેલી , દમણ અને દીવ, ગોવાની 2 બેઠક પર મતદાન થશે.
ગુજરાતની તમામ 26 બેઠક, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક કર્ણાટકની 14, મહારાષ્ટ્ની 11, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર મતદાન થશે. મહત્વનું છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. 19 એપ્રિલે તેઓ ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે. તો નવસારીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે.