હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે પરવાનગી જરૂરી, ગુજરાત સરકારે જાહેર કર્યો પરિપત્ર
હિન્દુ માંથી બૌદ્ધ ધર્મ માં પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે, આ બંને ધર્મ અલગ છે. ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટતા કરી. દલિતો સૌથી વધુ બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણવો જોઈએ અને હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ, જૈન ધર્મ અથવા શીખ ધર્મ અપનાવતા પહેલા ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ 2003 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે.ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, સરકારને જાણવા મળ્યું હતું કે, બૌદ્ધ ધર્મ અપનાવવા માટે આવતી અરજીઓ પર નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં નાયબ સચિવ વિજય બધેકાની સહી છે.તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દરેક દશેરા અને અન્ય તહેવારો પર આયોજિત કાર્યક્રમોમાં મોટા ભાગના દલિતો એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવતા જોવા મળે છે.