ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે હશે અને જનતાને ભાજપના ઉમેદવારોને મત આપવાનું કહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (16 એપ્રિલ) બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સૌથી પહેલા સવારે 10 વાગ્યે બિહારના ગયા જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. અહીં પીએમ એનડીએના ઉમેદવાર અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી માટે વોટ માંગશે. ગયામાં આ ચૂંટણી રેલી સાથે પીએમ મોદી ચાર લોકસભા બેઠકો મગધ, ગયા, નવાદા, જમુઈ અને ઔરંગાબાદના મતદારોને અપીલ કરશે.આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ પહોંચશે.
અહીં પણ તેઓ જનસભાને સંબોધશે. ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટથી ઉમેદવાર છે. પીએમ મોદી મજુમદાર માટે જનતા પાસેથી વોટ માંગશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના રાયગંજ જશે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાયગંજથી ભાજપના કાર્તિક ચંદ્ર પાલ ઉમેદવાર છે.