રાષ્ટ્રીય

આજે દેશ બન્યો રામમય, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં લગભગ 25 લાખ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રામલલાના દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા 19 એપ્રિલ સુધી VIP દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.લગભગ 500 વર્ષની લાંબી રાહ બાદ ભગવાન રામ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં રામલલાના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. આ દિવસે આખો દેશ રામમય બની ગયો હતો અને ભગવાન રામની ભક્તિમાં તરબોળ થયો હતો.દેશ-વિદેશમાં રામ ભક્તોએ 22 જાન્યુઆરીએ ઘરોમાં દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. આતશબાજીથી આકાશ પણ ઝગમગી ઉઠ્યું હતું. હવે ફરી એકવાર અયોધ્યામાં રામનવમી માટે આવી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x