ગુજરાતરાષ્ટ્રીય

આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસશે: હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ IMD એ સોમવારે જણાવ્યું હતું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગ IMD 104થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં વધુ સારો વરસાદ માને છે. આ પાક માટે સારો સંકેત છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસાનો સમયગાળો લાંબો રહેવાનો છે, જેમાં લગભગ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. માત્ર પાંચ ટકા જ વરસાદમાં વધ-ઘટ થવાની આશા છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને એક જૂનની આસપાસ ભારતમાં આવે છે. ચાર મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે.

આગાહી મુજબ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સામાન્ય વરસાદ તેમજ ઓડિશા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાડ પડવાની આગાહી કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x