ઈરાન ઇઝરાયેલ યુદ્ધ ઇફેક્ટ: શેરબજાર લાલ નિશાન સાથે ખૂલ્યું
શુક્રવારે સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ ઘટીને 72,000ની નીચે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ ઘટીને 21800ની સપાટીએ આવી ગયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે IT, મેટલ અને PSU બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે એશિયન બજારોમાં ઘટાડો થયો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વિશે વાત કરીએ તો, તેમની સ્થિતિ પણ સારી નથી અને તીવ્ર ઘટાડો થયો છે. શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 71900 ની નીચે અને નિફ્ટી 21900 ની નીચે આવી ગયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ મજબૂત વેચવાલીનું દબાણ છે. નિફ્ટીના કોઈપણ સેક્ટરનો ઈન્ડેક્સ આજે લીલો નથી. આના કારણે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.71 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.71 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.