ગુજરાત

સુરતમાં માતાએ દીકરીને મોબાઈલ ન આપ્યો તો દીકરીએ કર્યો આપઘાત

પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.સુરતના સરથાણા વિસ્તારમા મોબાઇલની લતે એક વિદ્યાર્થિનીનો જીવ લીધો છે. માતાએ ફોન લઈ જવાની ના પાડતા ધો.9ની છાત્રાએ આપઘાત કરી લીધો છે. સરથાણાના MD પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. સરથાણાના કોમ્યુનીટી હોલ પાસે એમ.ડી. પાર્કમાં રહેતા રાકેશભાઈ કિકાણી ફર્નિચરનો વેપાર કરે છે. તેમની 14 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ધો. 9માં અભ્યાસ કરતી હતી.

પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જ્યાં ટુંકી સારવાર બાદ ગ્રીષ્માનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી તપાસ શરૂ કરી હતી. ગ્રીષ્મા બહેનપણીના ઘરે સાથે મોબાઈલ લઈને જવું હતું. માતાએ ફોનની ના પાડતા તેણીને માઠુ લાગી આવ્યું હતું અને આપઘાન કરી લીધો હતો.આપણે મોબાઈલ વગર રહી શકતા નથી. જો મોબાઈલ લાંબા સમય સુધી ન દેખાય તો લોકો પરેશાન થઈ જાય છે અને ઓફિસ કે માર્કેટમાં આવતી વખતે મોબાઈલ ઘરમાં જ રહી જાય તો વ્યક્તિ અધૂરાપણું અનુભવવા લાગે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x