ભારતે વિદેશ જતા લોકો માટે એડવાઈઝરી જાહેર કરી
આ મહિનાની શરૂઆતથીમાં દમિશ્કમાં ઈરાનનાં દૂતાવાસ પર ઈઝરાયલે હુમલો કરી દીધો હતો. જેમાં 2 ઈરાની જનરલના મોત નીપજ્યા હતા. આ મામલા પછી ઈરાને જવાબી કાર્યવાહીની ધમકી આપી દીધી છે. જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાનના હુમલાની તૈયારીને લઈને અમેરિકાએ પણ ચેતવણી આપી દીધી છે. તેવામાં ઈન્ડિયન એમ્બસીએ એક એડવાઈઝરી બહાર પાડી લોકોને સતર્ક રહેવા કહ્યું છે.ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ હજુ અટક્યું નથી અને એક નવું યુદ્ધ ફાટી નીકળવાની અણી પર છે. આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયેલે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો, જેમાં બે ઈરાની જનરલોના મોત થયા હતા. આ હુમલા બાદ ઈરાને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું છે કે ઈરાન ગમે ત્યારે હુમલો કરશે. આ જોઈને બાઈડને ઈરાનને ચેતવણી આપી કે ઈઝરાયેલ પર હુમલો ન કરે, કારણ કે અમેરિકા તેની સુરક્ષા માટે ઊભું છે.બીજી તરફ ઈરાન દૂતાવાસ પર થયેલા હુમલાને પોતાના પરના હુમલા તરીકે જોઈ રહ્યું છે. આ વખતે ઈરાન લેબનોનમાં હિઝબુલ્લાહને મદદ કરવાને બદલે સીધો ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.બાઈડનના નિવેદન પહેલા વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પણ ઇઝરાયેલ પર ઇરાની હુમલાનો ભય વ્યક્ત કર્યો હતો. જોકે, આ હુમલો ક્યારે થઈ શકે તે અંગે તેણે કોઈ સમયમર્યાદા આપી ન હતી.