ગુજરાતમાં ગરમીએ ફરી ગતિ પકડી
ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 39 ડિગ્રી કરતા વધુ તાપમાન છે અને આજે 40ને પાર કરી જાય તેવી શક્યતા છે. દરિયાકિનારાના વિસ્તારોમાં 35 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન છે જ્યારે શહેરી વિસ્તારોમાં તાપમાનમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. મે મહિનામાં આ વખતે ગરમીના રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે.અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું.રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયુંગયા અઠવાડિયામાં તાપમાનમાં થોડી ઘણી રાહત મળી હતીગુજરાતમાં ગરમીમાં થોડા દિવસો સુધી રાહત મળ્યા પછી ફરીથી તેમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાનો અંત નજીકમાં છે અને થોડા દિવસોમાં મે મહિનો શરૂ થઈ જશે. આ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે અથવા પાર કરી ગયું છે. ગયા અઠવાડિયામાં તાપમાનમાં થોડી ઘણી રાહત મળી હતી, પરંતુ હવે સખત ગરમી માટે લોકોએ સજ્જ થવું પડશે.અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું. આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મંગળવારે વિદ્યાનગર 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. મંગળવારે સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં 30.2 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે ગુજરાતના સૌથી ગરમ અને ઠંડા પ્રદેશના મહત્તમ તાપમાન વચ્ચે 10 ડિગ્રીનો તફાવત છે. જોકે, દ્વારકા એ સમુદ્રકિનારે આવેલો પ્રદેશ હોવાથી ત્યાં બફારાનું પ્રમાણ ઊંચું રહે છે.