વડાપ્રધાન મોદી અને અમિત શાહ લોકસભાની ચૂંટણી પહેલા આવશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનું પ્રારંભ કરેતે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.ગાંધીનગર: લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે. મતદાન પૂર્વેના 48 કલાકે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે એટલે કે પાંચમી મેના રોજ સાંજે 5:00 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. મતદાન પૂર્વેના આઠ દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવાતી બનાવાશે. ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોચશે. ગુજરાત રાજયના સ્થાપના દિન 1મે અને 2જી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રવાસ ગોઠવાઇ રહયો છે. આ બે દિવસમા ચાર ઝોનમાં છ સભાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે, સાતમી મેના રોજ મતદાન યોજાવવાનું છે. પાંચમી મેના રોજ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર ગોઠવાઈ રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા દિવસ પ્રચારમાં ગરમી આવશે હાલ રાજ્યમાં ગરમીએ પરાકાષ્ઠા પર પહોંચી છે અને ઉમેદવારો સવારથી બપોર, સાંજ, રાત સુધી નાની નાની સભાઓ બેઠકો સામાજીક બેઠકોમાં પ્રચાર કરી રહ્યા છે.ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આગામી તારીખ 27, 28 અને 29 એમ ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે. 27મી દાહોદ અને પંચમહાલની સંયુક્ત સભાઓ છે. આ ઉપરાંત બારડોલી, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.