ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા કરશે પ્રચાર
સમય બાકી છે ત્યારે આગામી 26 એપ્રિલથી 5 સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલા ગરમીના પારા વચ્ચે હજુ જોઈએ તેવો ચૂંટણી પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળતો નથી. હાલ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ તેના મતદારોને રીઝવવા માટે મતદાન પૂર્વેના એક સપ્તાહ દરમિયાન કાર્પેટ બોમ્બાર્ડીગ શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિવસે પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો રાહુલ ગાંધી તે પૂર્વે 29મીએ પાટણમાં, પ્રિયંકા ગાંધી 27 મીએ ધરમપુરમાં જાહેર સભા ગજવશે. કોંગ્રેસના નેતાઓ 26 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તો રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક પર કનૈયા કુમાર અને અલકા લાંબાને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામા આવશે.સમય બાકી છે ત્યારે આગામી 26 એપ્રિલથી 5 સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં જ્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો બ્યૂગલ ફૂંકશે. પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન થઈ રહયુ છે.