JEE મેઈન્સનું રિઝલ્ટ જાહેર: JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવ્યા
JEE Mains Result 2024 : JEE મેઈન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં પુરેપુરા માર્કેસની વાત કરીએ તો દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે.આપણામાં કહેવત છે કે સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે ન્હાય. સિદ્ધિ તેને જ મળે છે મહેનત કરીને આગળ વધે છે અને સફળતાના ઝંડા લહેરાવે છે. વાત કરીએ JEE Mains Result 2024ના રિઝલ્ટની. IIT સહિતની સંસ્થામાં પ્રવેશ માટે લેવાતી JEEની પરીક્ષાનું પરિણામાં આવી ગયુ છે. દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે.
10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 100 ગુણ મેળવનારી ગુજરાતના બે વિદ્યાર્થીઓમાં મિત પારેખ અને હર્ષલ કાનાણીનો સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનારા વિદ્યાથીઓ હવે JEE એડવાન્સની પરીક્ષા આપશે. IIT સહિતની સંસ્થામાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે.