ગુજરાતમાં શરૂ થશે હેલિકોપ્ટર રાઈડ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ માટે સિવિલ એવિએશન વિભાગે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. જે લગભગ આ વર્ષના અંત સુધીમાં આ રાઈડ શરૂ પણ કરી દેવામાં આવી શકે છે.ગાંધીનગર: ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવું લોકો માટે સરળ બની રહેશે. જણાવી દઈએ કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદથી સૌરાષ્ટ્રના 5 સ્થળો પર આ સેવા શરૂ થશે. જેનાથી એક શહેરથી બીજા શહેર માટે હેલિકોપ્ટર સેવાનો લાભ મળશે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષમાં જ આ રાઈડ શરૂ કરવામાં આવી શકે છે.સિવિલ એવિએશનના એડિશનલ કલેક્ટર પારુલ માનસાતાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શરૂ કરવામાં આવતી આ હેલિકોપ્ટર રાઈડ એક શહેરથી બીજા શહેર માટે શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે.આ ઉપરાંત, અમદાવાદથી કેશોદ, અમદાવાદથી પોરબંદર, અમદાવાદથી રાજકોટ, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી અમરેલી જશે. આ સાથે જ, વડોદરાથી પણ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. આ કાર્યથી અમદાવાદથી અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેક્ટિવિટી પણ મળશે.જણાવી દઈએ કે, સિવિલ એવિએશન વિભાગે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. જૂન મહિનાના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા છે. ખાનગી કંપની સાથે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા કંપનીઓને એકથી 2 માસનો વધારાનો સમય આપવામાં આવશે.આ સુવિધાથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું સરળ બની રહેશે. આ ઉપરાંત, ઈમરજન્સીની બાબતોમાં પણ આ સુવિધા એક મોટો સમયનો બચાવ કરી શકશે.