કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી થશે.ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે.લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે.અમિત શાહ લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા બેઠકથી કરશે. અમિત શાહ સૌથી પહેલા સવારે 11:00 વાગ્યે જામકંડોરણામાં જાહેર સભા યોજશે. જે પછી તેઓ ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.શાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષને પણ ઝટકો લાગી શકે છે, કારણ કે પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાવવાના છે.. તમને જણાવી દઇએ કે શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરિયા કરવાના છે અને તેમની સાથે 70થી વધુ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.
તો જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ કેસરિયા કરશે. સાથે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી અને શહેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આરતસિંહ પટેલ પણ ભાજપમાં જોડાશે.