રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર ગણાવ્યા
રાજા-મહારાજાઓ પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ચૂંટણીના રણમાં સરદાર પટેલને પણ લાવવામા આવ્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર ગણાવ્યા અને પોતાને સરદારના અસલ વારસદાર કહ્યા હતાએકતરફ રાહુલ ગાંધીનું રાજા મહારાજાઓ પરના નિવેદનનો વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો બીજી તરફ હવે ધાનાણીએ ચૂંટણીના આ રણમાં સરદાર પટેલને લાવતા ભાજપના નેતાઓને સરદારના નક્લી વારસદાર ગણાવ્યા અને પોતાને અસલી વારસદાર કહ્યા. આ મામલે ભાજપ બરાબરનું અકળાયું છે. લાગી રહ્યુ છે કે ચૂંટણીમાં હવે માહોલ ગરમાયો છેલાગે છે કે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી નહી થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે તેવું કહીએ તો અતિશયોક્તિ નહી હોય. રાજપૂતોના બરાબર વિરોધની વચ્ચે હવે લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને થઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ સરદાર મુદ્દે આમને સામને આવી ગઈ છે.પરેશ ધાનાણી પ્રચાર અર્થે ફરી રહ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ કહ્યુ કે ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર છે જ્યારે કે હવે સરદારના અસલી વારસદાર આવ્યા છે અને ફરી ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીને જ રહેશે.