ગુજરાત

આવતીકાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને હવે સાત દિવસ બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાત પ્રચાર અર્થે આવી રહ્યાં છે. ગઇકાલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી અને આગામી દિવસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદમાં સભા સંબોધવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત આવવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. 2 મેના રોજ પીએમ મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 10 વાગ્યે સંબોધશે. ત્યારબાદે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે. 2 મેના રોજ પીએમ મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 10 વાગ્યે સંબોધશે. ત્યારબાદે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે.

બપોરે 2.15 વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે 4.15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x