ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો.આજથી બે દિવસ માટે વડા પ્રધાન મોદી ગુજરાતમાં જનસભા કરવાના છે. ત્યારે ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો. અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સહિત આગેવાનો હાજર હતા તે દરમિયાન વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ થતા ભાજપના કાર્યાલયને 2 કલાક સુધી તાળા મારવાની પડી ફરજ પડી હતી. પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યસ્થળેથી દૂર ખસેડ્યા છે.
બીજી તરફ ગુજરાત ATSના શિરે વડાપ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે.રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. PMની સભામાં બાધા ઉભી ન કરવા ક્ષત્રિયોએ અપીલ કરી છે છતા તંત્ર એલર્ટ આપ્યુ છે. PM મોદીના સભા સ્થળ સિવાયના સ્થળોએ પણ ATSની નજર છે.