આંતરરાષ્ટ્રીય

આતંકવાદી નિજ્જર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા 3 ભારતીયો પર એસ જયશંકરે આપી પ્રતિક્રિયા

કેનેડામાં ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ત્રણ ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. હવે આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડામાં જે કંઈ થઈ રહ્યું છે તે મોટાભાગે તેમની આંતરિક રાજનીતિને કારણે છે. ભારતને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. કેનેડા કોઈપણ પુરાવા વિના ભારત પર ખોટું કામ કરવાનો આરોપ લગાવે છે.જયશંકરે જણાવ્યું હતું કે, ‘ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયો વિશે કેનેડિયન પોલીસ માહિતી શેર કરે તેની ભારત રાહ જોશે. તેમણે ધરપકડના અહેવાલ જોયા છે અને શંકાસ્પદ દેખીતી રીતે કોઈ પ્રકારની ગેંગ પૃષ્ઠભૂમિ ધરાવતા ભારતીય છે અને પોલીસ તરફથી અપડેટ ની રાહ જોવી પડશે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x