ગાંધીનગરગુજરાત

આજે રાત્રે પીએમ ગુજરાત આવશે, આવતીકાલે રાણીપમાથી કરશે મતદાન

ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાશે.આવતીકાલે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે, આ પહેલા જ આજે ફરી એકવાર વડાપ્રધાન ગુજરાતમાં આવશે, આવતીકાલે પોતાના વૉટ કાસ્ટિંગ માટે પીએમ દિલ્હીથી આજે રાત્રે 9.30 વાગે અમદવાદ પહોંચશે, અને આવતીકાલે રાણીપમાંથી મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવશે. ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાશે. માહિતી પ્રમાણે, આજે રાત્રે 9.30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે, પીએમ મોદી ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાં આવશે.

PM મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રિપોર્ટ છે કે, આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ મોદીની સાથે ઉપસ્થિતિ રહી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 8.30 વાગે અમદાવાદ આવી પહોંચશે અને બાદમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લશે, અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદમાં સવારે 10.30 વાગે મતદાન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x