ahemdabadUncategorizedગુજરાત

દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપની મચી ગયો છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે. જેના લીધે આવી ધમકીથી હવે પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાન ધમકી અફવા સાબિત થઇ હતી. માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેઈલ ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સાત સ્કૂલને મળ્યા હોવાની ચર્ચા છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર અને બોમ્બ સ્કવૉડ ઘટનાસ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x