દેશમાં 9 મે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ, પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાશે; દિલ્હીમાં 2 દિવસ હીટવેવની સંભાવના
હાલ દેશભરમાં લોકો ગરમીથી ભારે પરેશાન છે. જો કે, વચ્ચે-વચ્ચે ઠંડી હવાના કારણે રાહત મળી રહી છે, રાતના સમયે લોકો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. ત્યાર હવામાન વિભાગે નવું અપડેટ જાહેર કર્યું છે. જાણો આજે કેવું રહેશે હવામાન.
દિલ્હીમાં હાલ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-NCRમાં લોકોને હજુ 2 દિવસ હીટવેવ પરેશાન કરશે. અહીં 10 મે સુધી ગરમ પવન ફૂંકાશે. ત્યારબાદ લગભગ 4 દિવસ સુધી દિલ્હીવાસીઓ રાહતની શ્વાસ લઈ શકે છે. અહીં 15 મે સુધી વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશમાં 9 મે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ રહેશે, જેનાથી પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાશે. પર્વતીય વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. જમ્મૂ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 40-50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.