આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.રાજ્યમરાં આજથી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના અનુસાર, ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.ત્રણ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસશે.તો આવતીકાલે અને 15 મેએ મોટાભાગના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.તો રવિવારે કપડવંજમાં કરા સાથે વરસાદ વરસ્યો તો દાહોદમાં પણ માવઠું થયું હતું. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુક્સાન જવાની ભીતિ છે.