Uncategorizedગુજરાત

આજે અમદાવાદ, બનાસકાંઠા અને તાપીમાં માવઠાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા અને તાપી સહિતના જિલ્લાઓમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં 3 દિવસ સુધી સેવર હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય કચ્છ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભીષણ ગરમી પડી શકે છે.

 હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી 19 મે સુધી વલસાડમાં સેવર હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સિવાય કચ્છ, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, પોરબંદરમાં હીટવેવને લઈને યેલો એલર્ટ જારી કરાયું છે. અહીં આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, બનાસકાંઠા, મહિસાગર, પાટણ, ડાંગ, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યના દરિયાકાંઠા અને તેની નજીકના વિસ્તારોમાં ભેજયુક્ત હવામાનની સાથે ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેમાં વલસાડ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ, સુરત, નવસારી, આણંદ, ભરૂચ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, અમદાવાદ, બોટાદ અને વડોદરામાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x