હાપા યાર્ડમાં 3 મહિના પછી જીરાના ભાવમાં તેજી
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે 1224 ખેડુતો 45,024 મણની 22 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતાં. જેમાં ઘઉં, ચણા, એરંડા, જીરૂ, અજમાની સૌથી વધુ આવક થઈ છે. તો છેલ્લા 3 મહિના પછી જીરાના ભાવમાં તેજી જોવા મળી છે અને ગઈકાલે જીરાના મણના 6575 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતાં.
હાપા યાર્ડમાં આજે હરરાજીમાં જુવાર 35, બાજરી 328, ઘઉં 3293, મગ 2503, અળદ 33, તુવેર 180, ચોળી 231, વાલ 3, મેથી 1218, ચણા 2383, જીણી મગફળી 1894, એરંડા 4165, તલી 1588, રાયડો 1548, લસણ 594, કપાસ 3903, જીરૂ 9765, અજમો 3339, અજમાની ભુસી 2225, ધાણા 3236, સુકી ડુંગળી 2563, સોયાબીન 3 મણની આવક થઈ હતી.
જેમાં જુવારના 700થી 780, બાજરીના 350થી 485, ઘઉંના 390થી 520, મગના 800થી 1990, અળદના 790થી 1885, તુવેરના 1100થી 2350, ચોળીના 2400થી 3435, વાલના 1200થી 1600, મેથીના 110થી 1395, ચણાના 1190થી 1305, જીણી મગફળીના 900થી 1155, જાડી મગફળીના 950થી 1165, એરંડાના 1000થી 1088, તલીના 1700થી 2970, રાયડાના 900થી 1039, રાયના 1000થી 1355, લસણના 1050થી 3700, કપાસના 700થી 1525, અજમાના 2260થી 3530, અજમાની ભુસીના 50થી 2800, ધાણાના 1000થી 1525, સોયાબીનના 700થી 820 સુધીના ભાવે સોદા થયા હતાં.
સુકી ડુંગળીના 40થી 400 રૂપિયા સુધીના ભાવે 20 કીલોના ભાવે સોદા થયા હતાં. જીરાના ભાવમાં 3 માસ પછી 6 હજાર રૂપિયા પાર થયો છે. ગત તારીખ 22 ફેબ્રુઆરીના રોજ જીરાના 20 કીલોના 6200 સુધીના ભાવે સોદા થયા હતાં. ત્યારે આજે જીરાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને 4865થી લઈને 9575 રૂપિયા સુધીના ભાવે સોદા થયા હતાં.