નાઈજીરિયામાં બંદૂકધારીઓએ 40 લોકોની નિર્દયતાથી કરૂણ હત્યા કરવામાં આવી
આફ્રિકન દેશ નાઈજીરિયાના જુરાક ગામમાં બંદૂકધારીઓએ તાબડતોડ હુમલા કર્યા હતા, જેમાં લગભગ 40 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ગામમાં થયેલ અંધાધૂંધ ગોળીબાર વચ્ચે આરોપીઓએ અનેક ઘરોમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં સ્થિત પ્લેટુ સ્ટેટમાં બની હતી. પોલીસ અને સ્થાનિકોએ મંગળવારે આ ઘટનાની જાણ કરી હતી.
પઠાર પોલીસના પ્રવક્તા આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે, ‘સુરક્ષા એજન્ટોના આક્રમક હુમલાથી ભાગી રહેલા હથિયારબંધ જૂથે સોમવારે મોડી રાત્રે અચાનક જુરાક ગામમાં પ્રવેશ કર્યો હતો અને ગામડાઓ પર જાનલેવા હુમલો કર્યો હતો.’
અથડામણમાં, સુરક્ષા એજન્ટોએ સાત હુમલાખોરોને મોતને ઘાટ રહ્યા હતા, ત્યારે ભાગી રહેલા ગેંગના સભ્યોએ નવ લોકોની હત્યા કરી અને છ ઘરને બાળી નાખ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. તેને રોઇટર્સને જણાવ્યું હતું કે, ડઝનબંધ બંદૂકધારીઓ મોટરસાઇકલ પર ગામમાં ઘૂસી આવ્યા હતા, અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, અસંખ્ય લોકોનું અપહરણ કર્યું હતું અને ઘરને આગ લગાડી હતી.
એક સ્થાનિકે જણાવ્યું કે, બંદૂકધારીઓએ 40થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. હું તેમાંથી બચીને ભાગી ગયો હતો. અત્યાર સુધી, મેં મારા પરિવારના ઘણા સભ્યો ને જોયા નથી. અન્ય એક સ્થાનિકે કહ્યું કે, ટિમોથી હારુનાએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ ઘણા લોકોની હત્યા કરી હતી અને ઘણા લોકોનું અપહરણ કર્યું હતું. અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓએ અમારા ઘરોને પણ આગ લગાવી દીધી.
તાજેતરના વર્ષોમાં ઉત્તર નાઇજીરિયામાં ગ્રામીણ વિસ્તારમાં હુમલાઓ અને ખંડણી માટે અપહરણ સામાન્ય બની ગયા છે, જ્યાં સશસ્ત્ર ટોળકીએ ગામડાઓ, શાળાઓ અને પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે અને લાખો નાયરાની ખંડણીની માંગણી કરી છે. નાઇજીરીયા તેના ઉત્તર-પૂર્વમાં 14 વર્ષ જૂના ઇસ્લામિક બળવા, દક્ષિણ-પૂર્વમાં અલગતાવાદી હિંસા અને મધ્ય પ્રદેશમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે વારંવાર ઘાતક અથડામણ સહિત સુરક્ષા પડકારો થી ઘેરાયેલું છે.