Uncategorizedરાષ્ટ્રીય

ભાજપે ભોજપુરી સ્ટારને પાર્ટીમાંથી બહાર મૂક્યાં

બિહારની કારાકાટ લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. વડાપ્રધાન મોદીની કારાકાટમાં એનડીએ ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોર્ચા (RLM) ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં જાહેર સભા પહેલા જ ભાજપે આ મોટી કાર્યવાહી કરી હતી.
બિહારના ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપમાં બળવો પોકાર પવન સિંહે કારાકાટથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેનાથી એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલી વધી ગઈ હતી.
અગાઉ 2024ની લોકસભા ચૂંટણી માટે જપવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી નહીં લડવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી. મૂળ ભોજપુર જિલ્લાના પવન સિંહે દક્ષિણ બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કારાકાટમાં સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. પવનની એન્ટ્રી સાથે જ કારાકાટની લડાઈ હવે ત્રિકોણીય બની ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x