રાષ્ટ્રીય

કેજરીવાલને જેલમાં નાખવાના આરોપ પર વડાપ્રધાન મોદીનો જવાબ

લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સાથેના સંબંધો, ભાજપના 400 પારના નારા, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર ચર્ચા કરી હતી. કેજરીવાલ અને હેમંત સોરેનના મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘જો આ લોકો દેશના બંધારણ અને કાયદા વાંચે તો સારું રહેશે. મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂ આપતા વધુમાં કહ્યું કે, ‘સંસદમાં અમારા એક સહયોગીએ 101 અપશબ્દોની ગણતરી કરી હતી, ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.

ભાજપાનાં 400 પારના નારા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘હું જોઈ શકું છું. કે આપણો નવો યુગ આવી રહ્યો છે. જે લોકો મોટા સપના જોતા હતા અને મોટા વચનો આપી રહ્યા હતા, તે લોકોનો છેલ્લો તબક્કો છે, આ માત્ર ચૂંટણી જ નથી પરંતુ આવા લોકોનો સમય પૂરો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x