અમિત શાહ આજે આવશે ગુજરાત, સોમનાથમાં કરશે પૂજા-અર્ચના
લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર પડઘમ શાંત થયા છે અને આગામી 4 જૂનના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનારી છે. આ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવવાના છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. રાજકોટમાં ટૂંકા રોકાણ દરમિયાન તેઓ ગોઝારા અગ્નિકાંડ અંગેની વિગતો મેળવી શકે છે. રાજકોટથી તેઓ સોમનાથ જશે અને મહાદેવની પૂજા-અર્ચના કરશે.
અમિત શાહે આજે બપોર બાદ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. જ્યાં તેઓ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. રાજકોટમાં શનિવારે થયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ જીવતા ભુંજાયા હતા. જેને લઇને સમગ્ર રાજ્યમા રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં પોતાના આ ટૂંકા રોકાણ દરમિયાન અમિત શાહ સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી શકે છે. ત્યારબાદ તેઓ સોમનાથ જવા રવાના થશે.