ચીનને જોરદાર ઝાટકો, ભારતમાં થશે ધનનો વરસાદ, નોકરીઓનો રાફડો ફાટશે
અમેરિકા તથા બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે ઘણી દિગ્ગજ વૈશ્વિક જ્વેલરી કંપનીઓ પોતાની ફેક્ટરીઓ ચીનથી હટાવીને ભારતમાં લગાવવાની તૈયારીમાં છે. એક મોટા ડાયમંડ ફાઇનાન્સરનાં સીઇઓએ આ જાણકારી આપી છે. ઇંડસઇંડ બેંકના સીઇઓ રોમેશ સોબતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,’જેમ્સ તથા જ્વેલરીની કેટલીક દિગ્ગજ કંપનીઓ ટ્રેડ વોરનાં કારણે પોતાના કારોબારને પૂન: સંતુલિત કરવા માટે કેટલાક દિવસો માટે વિરામ આપી રહી છે. તેઓ પોતાની ફેક્ટરીઓને ચીનથી હટાવીને ભારતમાં લગાવશે.
આ કંપનીઓ દ્વારા પોતાની ફેક્ટરીઓને ચીનથી ભારત લાવવા માટે ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી નિર્યાતને ખુબ જ વેગ મળશે, જેમા 30 જૂન સુધીમાં ત્રણ મહિનાઓ દરમિયાન 10 ટકા સુધીની ગિરાવત આવી ચૂકી છે.
ગત વર્ષે પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે થયેલા લગભગ 14 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ બાદ નિયમોમાં કડક અને દેવું હોવાથી આ વ્યવસાયને ખુબ જ ઝટકાઓનો સામનો કરવો પડ્યો છે. આ વ્યવસાયમાં ભારતની નિકાસનો હિસ્સો 15% છે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલનાં વાઇસ ચેયરમેન કોલિન શાહએ ફોન પર કહ્યું કે, કંપનીઓ દ્વારા પોતાના મેન્યુફૈક્ચરિંગ બેસને ચીનથી હટાવી ભારત લાવવાની ભવિષ્યમાં સંભાવનાઓ છે. જોકે ભારત આવવાથી કેટલાક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.
કંપનીઓ દ્વારા કૌશલયુક્ત શ્રમિકો તથા હીરાઓને તરાશવા અને પોલિશ કરવાના દાયકાઓના અનુભવને પણ ભારતમાં મૈનુફૈક્ચરિંગ બેસ સ્થાપિત કરાવાનું પગલુ સ્વાભાવિક હોઇ શકે છે.