મોદી સરકારના કયા મેગા પ્લાનથી કેમ ડરી ગઈ રાજ્યની સરકારો ? જાણો વધુ
ન્યુ દિલ્હી :
ઈલેક્ટ્રિક વાહનોને લઈ કેન્દ્ર સરકારની નીતિઓથી રાજ્ય સરકારમાં ડર ફેલાઈ ગયો છે. રાજ્ય સરકારોનું કહેવું છે કે, ઈલેક્ટ્રિક ગાડીઓ આવવાથી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો થઈ જશે, અને તેના કારણે વેટ મારફતે આવતી આવકમાં કમી આવશે. કેન્દ્ર સરકાર 2030 સુધી દેશમાં 30 ટકા પ્રાઈવેટ કારો, 70 ટકા કોમર્શિયલ કારો, 40 ટકા બસો અને 80 ટકા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ગાડીઓને ઈલેક્ટ્રિક વ્હિલકલમાં બદલવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારોને ચિંતા છે કે, પેટ્રોલિયમ પદાર્થ જીએસટીની બહાર છે. ઈલેક્ટ્રિક ગાડીઓ આવવાથી વેટ મારફતે આવતો ટેક્સ ઓછો થઈ જશે. જેના કારણે રાજ્યની સરકારોને મોટું નુકસાન થશે. રાજ્ય સરકારો ઈચ્છે છે કે, આ ખોટની ભરપાઈ કેન્દ્ર સરકાર કરે. આ પહેલાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, જીએસટી લાગુ કરતાં રાજ્ય સરકારોને જીએસટીની આવકમાં ઘટાડો થશે તો તે કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી તેને પુરું કરશે.
હવે ઈલેક્ટ્રિક ગાડીઓની નીતિથી ડરેલી રાજ્ય સરકાર કહી રહી છે કે, જીએસટીના મામલાની અવધિ પાંચ વર્ષ માટે વધારવામાં આવે. જેથી ઈલેક્ટ્રિક ગાડીઓની નીતિથી થનાર નુકસાનની ભરપાઈ થઈ શકે.