ગુજરાત

અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિ

સુરત :

લાંબા સમયથી રાજદ્રોહ કેસમાં જામીન નામંજૂર થવાથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના જામીન મંજૂર થઈ ગયા છે. આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં નોંધાયેલા અન્ય કેસોમાં ત્રણ દિવસ અગાઉ કોર્ટે જામીન આપી દીધા હતા અને આજે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવાની અરજી પરની સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથીરિયા ના વકીલો વકીલ શ્રી ઝુબિનભાઈ ભરડા અને શ્રી રફીકભાઈ લોખંડવાલા એ કરેલી દલીલો અને ગ્રાહ્ય રાખીને જામીન મંજૂર કરી દીધા છે.

સુરતમાં પોલીસ સાથે ગેરવર્તન બાદ ગ્રહોના કેસમાં જામીન પર છૂટેલા અલ્પેશ કથીરિયાને જામીન રદ થતાં ફરીથી જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરંતુ કોર્ટમાં અનેક નાટકિય ઘટનાક્રમ બાદ તારીખો બદલાયા બાદ અંતે અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ નો રસ્તો સરળ બન્યો છે. ઉલ્લેખનીય છે કે 18 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા ના રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જેના લીધે અલ્પેશ ના જામીન રદ થયા હતા અને જેલમાં જવું પડ્યું હતું.

અલ્પેશ કથીરિયા ને જામીન મળતા હાલમાં સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો માં ઉત્સાહનો માહોલ છે અને અલ્પેશ કથીરિયા નો પરિવાર પણ જામીન મંજૂર થવાથી ખુશ છે. હવે જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા અનામત આંદોલન નો ચહેરો બનીને આંદોલન ચલાવે છે કે નહીં તે અલ્પેશ કથીરિયા જેલમુક્ત થયા બાદ ખબર પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x