રાષ્ટ્રીય

કંપનીઓની Monopoly તોડી શકશે ગ્રાહકો, મોદી સરકારે ગ્રાહકોને બનાવ્યા વધારે શક્તિશાળી.

જો તમે શોપિંગમાં છેતરપિંડીનો શિકાર થયા છો તો આ અહેવાલ તમારા કામના છે. મોદી સરકારે ગ્રાહકોનાં હિતોના સંરક્ષણ (Protection of Interests of Consumers) માટે એક એવાં કાયદાને અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને અધિકાર મળશે કે જો તે પ્રોડક્ટથી સંતુષ્ટ નથી તો તે કંપનીની સામે સીધા કોર્ટમાં જઈ શકે છે. લોકસભામાં એક બિલ પાસ થયુ છે. જે ગ્રાહકોની ફરિયાદોને ઉકેલવા માટે બનાવવામાં આવ્યુ છે. તેના હેઠળ 1 રેગ્યુલેટર-કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) બનશે, જે દેશભરમાં ગ્રાહકોને નવી તાકાત આપશે અને તેમની ફરિયાદો સાંભળશે.

આની પર રાખશે દેખરેખ

ફૂડ મિનિસ્ટર રામવિલાસ પાસવાને લોકસભામાં બિલ રજૂ કરતી વખતે ગ્રાહક સંરક્ષણ બિલ 1986ની જગ્યા લેવાવાળું બિલ Consumer Protection Bill 2018માં CCPAને રાષ્ટ્રીય સ્તરના રેગ્યુલેટરનાં રૂપમાં સ્થાપિત કરવા માટે કુલ 109 સેક્શન છે. આ રેગ્યુલેટર અલગ અલગ પ્રોડક્ટ, પ્રોડક્ટ ક્વોલિટી, ભ્રામક જાહેરાત, સેલિબ્રિટી જાહેરાત સહિત અન્ય મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. રેગ્યુલેટપ ઈ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અને ટેલિ માર્કેટિંગથી થતી શોપિંગ પર દેખરેખ રાખશે.

ગ્રાહકોને મળશે વધારે અધિકાર

CCPA બિલ ગ્રાહકોનાં અધિકારોનું ઉલ્લંઘન, ખોટા વરતનની સાથે જૂઠ્ઠાણુ અથવા તો ભ્રામક જાહેરાતો સંબંધિત મામલાઓથી નિપટશે. જેથી લોકો સાથે છેતરપિંડી ન થઈ શકે. પાસવાને જણાવ્યુ હતુકે, બિલમાં 1 મહાનિર્દેશકના નેતૃત્વમાં 1 તપાસ શાખા બનશે. જેની પાસે તલાશી લેવાની અને જપ્ત કરવાની શક્તિઓ હશે.

આ વસ્તુઓ કરશે કવર

તમે પોસ્ટપેઈડ મોબાઈલ કનેક્શનનો ઉપયોગ કરો છો અને બિલ જમા થવા પર કંપની તેને કાપી નાખે છે. પરંતુ કોલ ડ્રોપમાં ગ્રાહકોની શું ભૂલ છે. તેને આ મુશ્કેલી બાદ પણ આખું બિલ જમા કરાવવું પડે છે. CCPA પાસેથી ગ્રાહકોને અધિકાર મળશે કે તે કંપનીને આવા મામલાઓમાં કોર્ટમાં લઈ જઈ શકશે અને બિલ ઘટાડવા માટે દબાણ કરી શકશે. એટલેકે, CCPA મોનોપોલીને ખતમ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x