8 રાજ્યમાં 14 જૂન સુધી ગરમી તરખાટ મચાવશે, તો કેટલાક રાજ્યોમા ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ભાગો, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી શકે છે. આ સ્થિતિ 14 જૂન સુધી રહેવાની શક્યતા છે.IMDએ જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે કહ્યું કે નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળોએ ગુરુવારે (13 જૂન, 2024) ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે બુધવારે (12 જૂન, 2024) કર્ણાટક, કેરળ અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રમાં કેટલાક સ્થળોએ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગોમાં વધુ સ્થળોએ પહોંચ્યું છે.હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બે દિવસમાં તેલંગાણા અને મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને આવરી લેશે.હવામાન વિભાગે આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે આ સારા સમાચાર છે.