રશિયાથી ફરી દુઃખદ સમાચાર, યુક્રેન સામે યુદ્ધ લડતાં 2 ભારતીયો શહીદ, સૈન્યમાં જોડાયા હતા
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા છે. એક નિવેદનમાં જણાવ્યું કે, ‘મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મામલો નવી દિલ્હીમાં રશિયન રાજદૂત અને મોસ્કોમાં રશિયન સત્તાધીશો સમક્ષ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોની વહેલા મુક્તિ અને વતનવાપસી કરાવવા મજબૂત રીતે આ મુદ્દો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયન સેના દ્વારા તેના નાગરિકોની વધુ ભરતી રોકવાની પણ માંગ કરી છે. મંત્રાલયે ફરી એકવાર ભારતીય નાગરિકોને રશિયામાં રોજગારની તકો શોધતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે. માર્ચમાં, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને રશિયન સૈન્ય એકમોમાં જીવન જોખમી નોકરીઓ કરવાનું ટાળવા સૂચના આપી હતી. સાવચેતી રાખવાની આ સૂચના રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા બે ભારતીય નાગરિકોના મૃત્યુ બાદ આપવામાં આવી છે.