U.P. માં એથલેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ગાંધીનગરનાં એથલીટ હેમા સાગરે ભારતનુ પ્રતિનિધિત્વ કર્યું
માસ્ટર એથલેટિક્સ એસોસિએશન ઓફ ઉત્તર પ્રદેશ દ્વારા પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટરસ એથલેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું તારીખ ૫ જુન થી ૭ જુનના રોજ ઉત્તર પ્રદેશ ના અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગાંધીનગરનાં એથલીટ હેમા સાગરે ભારતનુ પ્રતનિધિત્વ કર્યું હતું. ૫૯ વર્ષ ની ઉમરમાં તેમણે હેમર throw માં ગોલ્ડ મેડલ, શોટ પુટ માં સિલ્વર મેડલ, અને ડેસ્કસ throw માં બ્રોન્ઝ મેડલ જીતી ને દેશ, રાજ્ય અને ગાંધીનગરનું નામ ઉજાગર કર્યું છે. આ હેમા સાગરની ચોથી ઈન્ટરનેશનલ ગેમ્સ છે. અને જેઓએ કુલ ૧૨ મેડલ્સ જીત્યા છે. તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની મદદ કે પ્રોત્સાહન આપવા મા આવતું નથી. કે પ્રેક્ટિસ માટે મેદાન કે કોચ પણ આપવામાં આવતા નથી ! બધુજ પોતાના ખર્ચે ને પોતાની મહેનતે આં સિદ્ધિ મેળવી રહ્યા છે.