ગુજરાત

રાજ્યના આ 7 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના સાત જિલ્લામાં આજે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે, સૌરાષ્ટ્રના બે જિલ્લા , દક્ષિણ ગુજરાતના ત્રણ, તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર એમ બે જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થઇ શકે છે. , તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદનું અનુમાન છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં પણ હવામાન વિભાગે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

ચોમાસાના આગમન વચ્ચે આકરા ઉનાળો જતા રાજ્યના 207 પૈકી 120 જળાશયો તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે. 86 જળાશયોમાં 10 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે.રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી છે. આ દરમિયાન શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો, અહીં એકથી સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમરેલી, પડધરી, વાંકાનેર, સુરત, વલસાડમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

શુક્રવારે મોડી સાંજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું પવન સાથે વરસાદ વરસ્યો. અમદાવાદના બોડકદેવ અને જોધપુર વિસ્તારમાં વરસ્યો ધોધમાર અડધો ઈંચ વરસાદ.. તો બોપલ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો સરેરાશ 8.52 મિ.મી વરસાદ નોંધાયો છે.

રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. સરપદડ, હીદડ, રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામમાં વરસ્યો દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગે રસ્તા ખેતરને પાણીથી તરબોળ કરી દીધા છે.

 સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સાંજના સમયે વરસ્યો વરસાદ… સરા સહિત આસપાસના ગામોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી.અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. વઢવાણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ રાહત અનુભવી.

તો બીજી તરફ પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ થતાં અહીં ટાવર ધરાશાયી થયો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. અમરેલીના સાવરકુંડલામાં…ઠવી, વીરડી, વાશિયાલી, ભોકરવા સહિતના ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા હતા. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પણ પાણીની ભારે આવક થઇ છે.

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અહીં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં..સિહોર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ ગાજવીજ વરસાદ તૂટી પડ્યો…. કુંભણ, ગળથર સહિતના ગામોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વરસાદના સઆગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.

તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું લોધિકાના રાવકી, ધુળીયા, પાંભર, ઈટાળા સહિતના ગામોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો,. વરસાના આગમનથી .સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઇ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે રાજકોટના પડધરી તાલુકામાં વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ તૂટતા વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે. રાજકોટના પડધરી તાલુકાના .સરપદળ ગામમાં 8થી 10 ગામોને જોડતો પુલ તૂટી જતા જનજીવન પ્રભાવિત થયુ છે.મોરબીમાં..વાંકાનેર હાઇવે પર ગાજવીજ સાથે વરસાદ વરસતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો દિલ્લી, ઉત્તર પ્રદેશ સહિત નવ રાજ્યમાં ભીષણ ગરમીનું તાંડવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અસહ્ય લૂ ફુંકાવાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે,. હીટવેવના સૌથી વધુ દિવસોમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે. અહીં આ વર્ષે 17 દિવસ હીટવેવ રહ્યી.. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x